Home Business
April 04, 2026

ITR રિટર્ન ભરનારાઓ માટે મોટા સમાચાર: વહેલા રિટર્ન ભરો અને ટેન્શન મુક્ત રહો, જાણો નવા નિયમો

Paras Joshi

Author

Post Image

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ કરદાતાઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2026-27 માટે નવા ફોર્મ જાહેર કરી દીધા છે. આ વખતે વિભાગે વહેલી તૈયારી કરી હોવાથી એપ્રિલ મહિનામાં જ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોની આવક બે મકાન મિલકતમાંથી (Two House Properties) થાય છે, તેમના માટે આ વખતે પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. તેઓ હવે જટિલ ફોર્મને બદલે સરળ ITR-1 (સહજ) ફોર્મ ભરી શકશે.

જોકે, નોકરીપેશા લોકોએ રિટર્ન ભરવા માટે થોડી રાહ જોવી પડશે કારણ કે તેમને કંપની તરફથી 'ફોર્મ-16' જૂન મહિનામાં મળતું હોય છે. કરદાતાઓએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે 1 એપ્રિલ 2026 થી નવો ઈન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થઈ ગયો છે, પરંતુ આ વર્ષે ભરાતું રિટર્ન જૂના 1961 ના કાયદા હેઠળ જ ગણાશે. પેનલ્ટી વગર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. જે લોકોની આવક ધંધા-રોજગારમાંથી છે અથવા જેમનો કેપિટલ ગેઈન 1.25 લાખથી વધુ છે, તેમણે હજુ પણ ITR-2 કે ITR-3 ફોર્મનો ઉપયોગ કરવો પડશે.