પાવીજેતપુર : રમતગમતને પ્રોત્સાહન આપતા ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત પાવીજેતપુર તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદા-જુદા વય જૂથના કુલ ૩૦ જેટલા ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ચેસ સ્પર્ધાની શરૂઆત શાળાના આચાર્યશ્રી શાહિદ શેખના હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ ૪૦ વર્ષ કરતાં વધુ વય જૂથના ખેલાડીઓએ બુદ્ધિ અને વ્યૂહરચનાની રમત ચેસમાં પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ખેલાડીઓના પ્રદર્શનને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું.
સ્પર્ધાના અંતે દરેક વય જૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબરો આપી વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પાવીજેતપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
Gallery