Home National
August 23, 2026

ભાજપની 'નવીન' ટીમ સાથે PM મોદીની ખાસ બેઠક: 'યુવા સંવાદ' અને મજબૂત સંગઠન પર આપ્યો વિશેષ ભાર

Paras Joshi

Author

Post Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભાજપના મુખ્યાલય ખાતે પાર્ટીની નવી રચાયેલી રાષ્ટ્રીય ટીમ સાથે પ્રથમ વખત ખાસ મુલાકાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન દ્વારા 17 ઓગસ્ટના રોજ 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ આ તેમની પ્રથમ ઔપચારિક મુલાકાત હતી.

4.5 કલાક ચાલેલી બેઠક અને 'ચાય પે ચર્ચા'

પાર્ટી મુખ્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ નવા હોદ્દેદારો સાથે લગભગ 4.5 કલાક જેટલો લાંબો સમય વિતાવ્યો હતો. તેમણે તમામ નવા પદાધિકારીઓને તેમની નવી જવાબદારીઓ માટે શુCent/શુભકામનાઓ પાઠવી હતી. બેઠક દરમિયાન 'ચાય પે ચર્ચા' સાથે કેટલાક નેતાઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને તમામ સભ્યો સાથે એક ગ્રુપ ફોટો પડાવ્યો હતો અને સહુ સાથે મિલેટ્સ (મોટા અનાજ)માંથી બનાવેલું ભોજન લીધું હતું.

 

આ ઉપરાંત, વડાપ્રધાને નિતિન નવીન, બી.એલ. સંતોષ અને શિવકુમાર સાથે અલગથી વ્યક્તિગત બેઠકો કરી હતી. નિતિન નવીન સાથેની બેઠકમાં સંસદીય બોર્ડના બાકીના સભ્યોના નામો અંગે પણ ચર્ચા થઈ હતી, જેની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે. મુલાકાત બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, સંગઠનાત્મક બેઠકો નવા વિચારો અને દ્રષ્ટિકોણ લાવે છે, જેનો મુખ્ય હેતુ પક્ષને મજબૂત કરવાનો અને લોકો સાથેનો સંપર્ક વધારવાનો છે.

ચૂંટણીલક્ષી રાજ્યોની સમીક્ષા અને 'યુવા સંવાદ':

આ પહેલાં ભાજપ પ્રમુખ નિતિન નવીને પણ પદાધિકારીઓ સાથે બેઠક કરીને સંગઠનાત્મક રણનીતિ અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. નિતિન નવીન રવિવારે પણ મુખ્યાલયના વિસ્તાર ભવનમાં એક સમીક્ષા બેઠક કરશે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવા ચૂંટણી ધરાવતા રાજ્યોના ભાજપ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓ અને રાજ્ય પ્રભારીઓ હાજર રહેશે.

આ બેઠકમાં ભાજપે 14 વર્ષ અને તેથી વધુ વયના યુવાનો, ખાસ કરીને Gen Z અને Gen Alpha સુધી પહોંચવા માટે 'યુવા સંવાદ' જેવા મોટા અભિયાનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) આ માટે દેશભરમાં વરિષ્ઠ નેતાઓની ટીમો તૈયાર કરશે. જરૂર પડે તો પક્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રીય હોદ્દેદારોને પણ આ યુવા અભિયાનમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે.