Gujarat

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે:વડોદરા એરપોર્ટથી કાલે સાંજે કેવડિયા જશે, સર્કિટ હાઉસમાં રોકાણ કર

Post Image
Author

admin

Author

November 01, 2025
6 days ago
1,234 views
Share:

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને 30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન કેવડીયાના પ્રવાસે છે. કેવડીયા પહેલા તેઓ સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો પીએમ બાય રોડ કેવડિયા જશે.

કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે
કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે

સાંસદ, ધારાસભ્યો અને કાઉન્સિલર સહિત 500 કાર્યકરો કેવડિયા જશે આગામી તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે ત્યારે એકતાનગર -કેવડિયા કોલોની ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ખાસ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી, તમામ ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે. આવતીકાલે 30 ઓક્ટોબરના સાંજે જ કોર્પોરેટરો અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને નેતાઓ ખાનગી લક્ઝરી બસમાં કેવડિયા પહોંચી જશે.

કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે

સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે વડાપ્રધાન મોદી આવતીકાલે 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ સાથે પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. વડોદરા એરપોર્ટ પર 15 મિનિટના ટૂંકા રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. જોકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષે રહેલા વરસાદને કારણે વાતાવરણ ખરાબ થાય તો વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા જશે.

 

31 ઓક્ટોબરે દિલ્હી જવા રવાના થશે કેવડિયામાં વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે. જેને પગલે સુરક્ષાના કારણોસર હાલ સર્કિટ હાઉસને ખાલી કરી દેવામાં આવી છે અને ત્યાં હાલ SPG તૈનાત કરી દેવામાં આવી છે. કેવડિયામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.

 

એકતાનગર ખાતે મુવિંગ પરેડ પણ યોજવામાં આવશે નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.

 

એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.

આ પણ વાંચો: 150મી જયંતીના બે દિવસ પહેલા જ સરદારના પોસ્ટર ફાડ્યા:અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવા ઉમિયા પરિવારની માગ, ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી