અમદાવાદના યોગ ગુરુ ધીરજ દિલ્હી યુનિવર્સિટીમાં ‘માનવ એકતાના વિજ્ઞાન’ પર આપશે વ્યાખ્યાન
Paras Joshi
Author
વશિષ્ઠ યોગ આશ્રમ, અમદાવાદ દ્વારા વૈશ્વિક સ્તરે યોગ અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનું કાર્ય વેગવંત બન્યું છે. આગામી 24 માર્ચ 2026 ના રોજ દિલ્હી યુનિવર્સિટી ખાતે આયોજિત 'વર્લ્ડ પબ્લિક સમિટ'માં યોગ ગુરુ ધીરજ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ યોગને માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ ‘માનવ ચેતનાને જોડતા વિજ્ઞાન’ તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરશે.
યોગ ગુરુ ધીરજના મતે, આજના સમયમાં વધતા માનસિક તણાવ અને સામાજિક સંઘર્ષનું મૂળ કારણ વ્યક્તિનું પોતાના અંતરથી વિમુખ થવું છે. આ પરિષદમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણના શાંતિ દૂત સ્વરૂપ અને ભગવદ ગીતાના ‘સમત્વ યોગ’ના સિદ્ધાંતો દ્વારા આંતરિક શાંતિનો સંદેશ આપશે. મિરાંડા હાઉસના ફિલોસોફી વિભાગમાં આયોજિત આ રાઉન્ડ ટેબલમાં માનસિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંકટ જેવા આધુનિક પડકારોના ઉકેલમાં આધ્યાત્મિક મૂલ્યોની ભૂમિકા પર ગહન ચર્ચા કરવામાં આવશે.
માહિતી
- કાર્યક્રમનું નામ: ઇન્ટરનેશનલ રાઉન્ડ ટેબલ (વર્લ્ડ પબ્લિક સમિટ)
- મુખ્ય વક્તા: યોગ ગુરુ ધીરજ (વશિષ્ઠ યોગ આશ્રમ, અમદાવાદ)
- મુખ્ય વિષય: માનવ એકતાનું વિજ્ઞાન અને આંતરિક શાંતિ
- તારીખ: 24 માર્ચ 2026
- સમય: બપોરે 2:00 થી 4:00 વાગ્યા સુધી
- સ્થળ: મિરાંડા હાઉસ, રૂમ નં. 321, ફિલોસોફી વિભાગ, દિલ્હી યુનિવર્સિટી