Home National
June 11, 2026

બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતા બેનર્જી સામે 19 સાંસદો બળવાખોર, શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાનનું નામ પણ લિસ્ટમાં!

Paras Joshi

Author

Post Image

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજકીય મુશ્કેલીઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. પક્ષના ધારાસભ્યોમાં શરૂ થયેલો બળવો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે અને લોકસભાના 19 સાંસદો સત્તાવાર રીતે બળવાખોર ખેમામાં સામેલ થઈ ગયા છે. આ સાંસદોએ લોકસભા સ્પીકરને પોતાના હસ્તાક્ષર સાથેનો એક સત્તાવાર પત્ર સોંપીને અલગ સંસદીય જૂથ (Separate Parliamentary Group) ની રચના કરવાની મંજૂરી માંગી છે. આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ બંગાળથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓ ધ્રૂજી ઉઠ્યા છે.

બળવાખોર બનેલા TMC ના એ 19 લોકસભા સાંસદોની સંપૂર્ણ યાદી

સામે આવેલી સત્તાવાર યાદી મુજબ, મમતા બેનર્જીના નેતૃત્વને પડકારનારા 19 લોકસભા સાંસદો અને તેમના મતવિસ્તાર આ પ્રમાણે છે:

શત્રુઘ્ન સિન્હા (આસનસોલ)

યુસુફ પઠાન (બહરામપુર)

કાકોલી ઘોષ (બારાસાત)

જગદીશ ચંદ્ર બસુનિયા (કૂચબિહાર)

ખલીલુર રહેમાન (જંગીપુર)

અબુ તાહિર ખાન (મુરશિદાબાદ)

પાર્થ ભૌમિક (બેરકપુર)

બાપી હલદાર (મથુરાપુર)

સાયોની ઘોષ (જાદવપુર)

માલા રોય (કોલકાતા દક્ષિણ)

મિતાલી બાગ (આરામબાગ)

દીપક અધિકારી - દેવ (ઘાટાલ)

કાલીપદ સોરેન (ઝાડગ્રામ)

જૂન માલિયા (મેદિનીપુર)

અરૂપ ચક્રવર્તી (બાંકુડા)

ડૉ. શર્મિલા સરકાર (વર્ધમાન પૂર્વ)

અસિત કુમાર માલ (બોલપુર)

શતાબ્દી રોય (બીરભૂમ)

રચના બેનર્જી (હૂગલી)

આ યાદીમાં પક્ષના અનેક સ્થાપક સભ્યો, ગ્લેમર જગતમાંથી આવેલા સાંસદો અને કટોકટીના સમયમાં જીતીને આવેલા નેતાઓ સામેલ હોવાથી મમતા બેનર્જી માટે આ આંચકો પચાવવો મુશ્કેલ બનશે. જો કે, આ અંગે પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.